અમારી વાર્તા's

Portfolio

     અમે પહેલા વડોદરા માં રહેતા હતા ત્યારે અમારી સામે ના મકાન માં એક પરિવાર ખુબ જ આનંદ થી રહેતો હતો. મહેશભાઈ અને શાંતિબેન પોતાના બે  લાડકવાયા સંતાનો સાથે આનંદ થી જીવન જીવતા હતા.મહેશભાઈ કંપની માં નોકરી કરતા હતા અને શાંતિબેન ઘરે દરજીકામ કરીને પોતાંનું ગુજરાન ચલાવતા હતા.આમ શાંતિ થી તેમનું જીવન પસાર થયી રહ્યું હતું. ઘણી વખત મહેશભાઈ ને કંપનીમાંથી આવતા મોડું થઈ  જતું. એકવાર શાંતિબહેન ના પિયરમાં કોઈક બીમાર પડતા તેઓ ત્યાં પોતાના સંતાનો ને લઈને થોડાક દિવસ રહેવા માટે ગયા અને અહીં મહેશભાઈ એકલા જ હતા. આમ પણ ક્યારેક મહેશભાઈ ઘરે મોડા જ આવતા હતા અને હવે ઘરે કોઈ ના હોવાના કારણે તેઓ રાત્રે પણ ત્યાં જ રોકાઈ જતા.કંપની નો સ્ટાફ તથા બીજા મિત્રોની સંગતમાં તેઓ ને એક ખરાબ ટેવ પડી ગઈ. દારૂ પીવાની, હવે પરિવાર પણ પાછો આવી ગયો પણ મહેશભાઈ સમયસર ઘરે ના આવતા.ઘરે બહાના બતાવી દેતા હતા કે કંપની માં મોડું થઈ  જાય  છે કામ વધારે રહે છે આમને આમ દિવસો પસાર થવા લાગ્યા પણ સત્ય ક્યાં સુધી છુપાય?  એક દિવસ મોડી રાત્રે મહેશભાઈ ઘરે આવ્યા અને પછી શું ? બધાને ખબર જ હોય કે પુરુષ ઘરે દારૂ પીને આવે પછી શું થાય? શાંતિબહેન અને મહેશભાઈ વચ્ચે બોલાચાલી થઇ.શાંતિબહેને મહેશભાઈ ને કહ્યુ કે જરાકે છોકરાઓનો અને મારો વિચાર તો કરો? પણ દારૂ ક્યાં ચડ્યા પછી પાછું વાળીને જોવે છે ? મહેશભાઈ એ શાંતિબહેન ને બહુ માર માર્યો. પછી તો આ રોજનું થયું .શાંતિબહેન છોકરાઓ વિષે વિચારીને કઈ પગલું ન હતા લેતા.હવે તો ક્યારેક ક્યારેક મહેશભાઈ છોકરાઓને પણ માર મારતા હતા.

                આમને આમ દિવસો પસાર થવા લાગ્યા અને અમારી બદલી થઇ ગયી. વર્ષો પછી પાછા અમારે ત્યાં જવાનું થયું એક જુના મિત્ર ને મળવા માટે. મારી નજર મહેશભાઈ ના ઘર પર પડી. થોડીક જ વાર માં શાંતિ બહેન કપડાં સૂકવવા બહાર નીકળ્યા.મેં તેમની ખબર પૂછી મહેશભાઈ વિષે પણ વાત થઇ પરંતુ આ વખતે સાવ વિપરીત પરિસ્થિતિ જોવા મળી પહેલા મહેશભાઈ ઘરના બધાને માર મારતા હવે ઘરના બધા તેમને માર મારે છે.દારૂની વધુ પડતી લત લાગવાને કારણે કંપની માંથી પણ મહેશભાઈને કાઢી મુક્યાં હતા.શાંતિબહેને દરજીકામ કરીને છોકરાઓને ભણાવ્યા અને મોટા કર્યા હતા.મહેશભાઈ નો દારૂ પીને બાઈક ચલાવતા અકસ્માત થયો અને એક પગ કપાઈ ગયો હતો.
પરંતુ શાંતિબહેન ને સલામ છે એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ માં પણ પરિવાર સાચવ્યો. પણ મહેશભાઈ ના બદલાયા.ઘરમાં આજે પણ જેમ ફાવે તેમ બોલે છે પણ ફરક માત્ર એટલો છે કે પહેલા તેઓ જ બોલતા અને તેઓ જ પરિવાર માં મારઝુડ કરતા આજે તેઓ ખાલી બોલે છે અને છોકરાઓ નો માર ખાય છે. આ છે જીવન મિત્રો. સમય નું ચક્ર ફર્યા જ કરે છે આજે આપણો  સમય હોય છે તો કાલે બીજાનો.એટલે જ કહેવાય છે કે સમય બડા  બલવાન  હૈ નહિ મનુષ્ય બલવાન.ક્યારે પણ કોઈની સાથે ખરાબ વર્તન ના કરવું કે કોઈનું અપમાન ના કરવું. દેશના ગૃહ પ્રધાન ને પણ જેલ માં જવાનો વારો આવી શકે અને રેલવે સ્ટેશન પર  ભીખ માંગતી વ્યક્તિ સેલિબ્રિટી બની શકે છે.